જાણો, ટ્વિટર સાથે જોડાયેલા લાજવાબ ફીચર્સ………..

ટ્વિટરને વધારે રોમાંચક બનાવી શકાય છે. આ માટે કેટલાક જરૂરી ફીચર્સ તો ટ્વિટર પર જ ઉપલબ્ધ છે. જ્યારે કેટલાક એડ-ઓન પણ લઈ શકાય છે. આજે આવા જ કેટલાક સ્પેશિયલ ફીચર્સ વિશે જાણકારી મેળવીએ.

*અપનાવો એડવાન્સ સર્ચ
ટ્વિટરનું સર્ચ બોક્સ મોટાભાગે ઘણાં સારાં પરિણામ આપે છે. આવામાં કોઈ ખાસ એન્ટ્રીને સર્ચ કરવા માટે સર્ચ રઝિલ્ટ પેજની ઉપરની તરફ વચ્ચે આપવામાં આવેલા ‘રિફાઈન રઝિલ્ટ’ પર ક્લિક કરો. ક્લિકકરતાની સાથે જ તમે ટ્વિટરના એડવાન્સ સર્ચ પેજ પર પહોંચી જશો. અહીંયા દર્શાવવામાં આવેલા ઘણા સર્ચ ફલ્ટિર્સની મદદથી યૂઝર પોતાના સર્ચને એકદમ ટુ-ધી પોઈન્ટ રાખી શકે છે.

*રોમાંચકને આપો પ્રાથમિકતા
ટ્વિટર પર બે નવા ‘બટન’ રજુ કરવામાં આવ્યાં છે, જેને પેજની ઉપરની તરફ ‘હોમ બટન’ની બાજુમાં જોઈ શકાય છે. એક બટન છે ‘કનેકટ’. કનેકટના માધ્યમથી નેટવર્ક પર યૂઝર સાથે ઈન્ટરએક્ટ કરી રહેલી વ્યક્તિને જોઈ શકાય છે. બીજું બટન છે ‘ડસ્કિવર’, જે યૂઝરની રૂચિ અનુસાર લોકોને સામે લાવી આપે છે. આ બંને બટન મહદ્અંશે ફેસબુકની ટોપ સ્ટોરીઝ સેકશનની જેમ કામ કરે છે.

*લાંબી ટિ્વટ વાંચો
એક કે બે લાઈનની ટિ્વટ ઘણી વાર અધૂરી લાગે છે. ટિ્વટના મુદ્દાને વિગતવાર જાણવા માગતા લોકો આ સંજોગોમાં વધારે મોટી ટિ્વટની ઈચ્છા રાખતા હોય છે. આ પ્રકારના લોકોને આ સુવિધા વધારે કામ લાગશે. એક એડહોક હેશટેગ www.chitter.im આ કામને વધારે સરળ બનાવશે. તેના માધ્યમથી લિંકની સાથે કરવામાં આવેલી ટિ્વટ સામે આવી જશે.

*કી બોર્ડ શોર્ટ કટ અપનાવો
તમે ટ્વિટરના કી-બોર્ડથી પણ સંચાલિત કરી શકો છો. કી બોર્ડથી ઓપરેટ કરવા માટે ટ્વિટરના વેબ ઈન્ટરફેસ પર પ્રશ્નવાચક ચહિ્ન ટાઈપ કરો. આમ કરતાં જ એક પેનલ સામે આવશે, જે ઉપલબ્ધ કી બોર્ડ શોર્ટ કટ્સ અંગે માહિતી આપશે. લગભગ ૨૦ જેટલા શોર્ટકટ્સનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ‘આર’થી પોસ્ટને રિટિ્વટ અને ‘/ ’થી સર્ચ બોક્સમાં પહોંચી શકાય છે. કેટલાક કમાન્ડ આપવા માટે બે કીઝનો ઉપયોગ કરવો પડે છે. ઉદાહરણ તરીકે ‘જીપી’થી પ્રોફાઈલ પર પહોંચી શકાય છે. ટ્વિટર પર ટિ્વટને ફેસબુક વોલ પર પણ અપડેટ કરી શકાય છે. આમ કરવા માટે ફેસબુકના સિલેક્ટિવ ટિ્વટ એપ્પની મદદ લેવી પડશે. તેને ટ્વિટરના યૂઝરનેમથી ચલાવી શકાય છે. ત્યાર બાદ જ્યારે પણ www.twittlonger.com ની સાથે કોઈ અપડેટ કરશો તો તે ફેસબુક પર પણ જતી રહેશે. ટૂંકમાં કેટલાક હાથવગા ફીચર્સ અપનાવવાથી ટ્વિટર વધારે રસપ્રદ અને ઉપયોગી બની શકે તેમ છે.
આવું પણ થઈ શકે છે …

ગૂગલ ટોકથી ટિ્વટ કરો 
ગૂગલ ટોકની ચિટર આઈએમ સુવિધાનો ઉપયોગ કરવાથી ટિ્વટ પણ થઈ શકે છે. ફપર પોતાના ગૂગલ આઈડીથી સાઈન-ઈન કરો. ત્યાર બાદ ટ્વિટર પર જવાથી આ એપ્પ સુધી પહોંચી શકાય છે. બાદમાં ચિટર આઈએમ પર ફ્રેન્ડ રિકવેસ્ટ આવશે, જેને એક્સેપ્ટ કરવાની રહે છે. હવે જી-ટોક વિન્ડોના ચિટર આઈએમ પર જે કોઈપણ મેસેજ મોકલશો તે ટિ્વટમાં નોંધાઈ જશે.

૧૪૦ અક્ષરથી વધારેની ટિ્વટ 
ટ્વિટરની એક ટિ્વટને ૧૪૦ કેરેકટર સુધી મર્યાદિત કરવામાં આવી છે. આ મર્યાદા કરતાં વધારે ટિ્વટની જરૂર પડે તો બસ પર ટિ્વટ કરીને લોગઈન કરવાનું રહે છે. અહીંયા આપવામાં આવેલાં ટેક્સ્ટ બોક્સમાં ટિ્વટ ટાઈપ કરીને પેસ્ટ કરી દો. આ ટિ્વટની સાથે એક લિંક અપલોડ થઈ જશે, જેને ક્લિકકરતાં જ અન્ય વેબપેજ પર આખી ટિ્વટ વાંચી શકાય છે.

કોણ હવે ફોલો નથી કરતું?
જો કોઈ ટિ્વટ ના ગમે તો લોકો તેને ફોલો કરવાનું બંધ કરી દે છે. હવે આ સંજોગોમાં કોણે ફોલો કરવાનું બંધ કર્યું છે તે જાણવું હોય તો www.twunfollow.com પર જાવ. અહીંયા તમારા ટિ્વટ એકાઉન્ટને સાઈન કરીને પોતાનું ઈ-મેઈલ આઈડી એન્ટર કરો. ત્યાર બાદ જ્યારે પણ કોઈ તમને ફોલો કરવાનું બંધ કરશે ત્યારે તમને ખબર પડી જશે.

*એપ્પની પણ મદદ લો 
ટ્વિટર ઉપરાંત અન્ય સોશિયલ સાઈટ માટે પણ આ એપ્પ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આમાં ટ્વિટર અને ફેસબુકને મેનેજ કરી શકાય છે. આ એપ્પ મોબાઈલ અને ડેસ્કટોપ બંનેમાં અસરકારક છે.
આ તમામ મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ પર કામ કરે છે. ડેસ્કટોપ પર કામ કરતાં વેબ બેસ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકાય છે.
તમામ સોશિયલ નેટવર્ક પર કામ કરે છે. તેનાથી યુ-ટ્યૂબ અને િફ્લકર પર પણ પોસ્ટ અપડેટ કરી શકાય છે.

SOURCE  FOR DIVYABHASKAR (CITY BHASKAR PAGE )…… Writen by Self