બ્રાઉઝર્સની દ્રષ્ટિએ ગૂગલ ક્રોમ એડ ઓન કેટલું મહત્વનું?

વેબ બ્રાઉઝર્સની દુનિયામાં મોઝિલા ફાયરફોકસ અને ગૂગલ ક્રોમની વચ્ચે એક કોમ્પિટિશન ચાલી રહી છે. આ કોમ્પિટિશન યૂઝર્સની વરચે સૌથી વધારે પસંદ કરાતા બ્રાઉઝર્સનો ખિતાબ મેળવવા માટે છે. તેનો ક્રેઝ વધારવા માટે ગૂગલ ક્રોમે કેટલાક એડ-ઓન રજૂ કર્યા છે, જે તેના બ્રાઉઝિંગને વધારે સરળ બનાવે છે અને અન્ય ઘણા કામને પણ અંજામ આપી શકાય છે.

આવો તેના વિશે થોડું જાણીએ.

સ્ટેફોકસડ

ઇન્ટરનેટ ઉપર કામ કરતી વખતે વાત જયારે ઉત્પાદકતાની આવે છે, ત્યારે આપણે જ સૌથી મોટા દુશ્મન સાબિત થઇએ છીએ. એટલે કે નકામી વેબસાઇટ્સ જોવામાં પોતાનો સમય વેડફી નાખીએ છીએ. આ આદતમાંથી છૂટકારો મેળવવા માટે સ્ટેફોકસ્ડ એડ-ઓન મદદરૂપ બનશે. તે બ્રાઉઝિંગ માટે એક સમય નક્કી કરી દેશે અને જેવા તમે તમારી નક્કી કરેલી સમય અને સીમાને પાર કરશો, સાઇટ બીજા દિવસ માટે બ્લોક થઇ જશે. આ એડ-ઓનને યૂઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ એટલે કે સેટ કરી શકશે.

એવિયારી

એવિયારી એડ-ઓન બ્રાઉઝિંગની સાથે ફોટો એડિટ કરવાની સુવિધા પૂરી પાડે છે. બ્રાઉઝિંગ કરતી વખતે ફોટો ઉપર રાઇટ કિલક કરો. પછી એવિયરીના કન્ટેકસ્ટ મેનૂમાં જઇને એડિ ઇમેજ કમાન્ડ આપો. તેની સાથે જ ફોટો એક નવા વિજેટમાં ખૂલી જશે, જયાં તમે તેના કલર સહિત અન્ય ટેકનિકલ પાસાંઓની સાથે છેડછાડ કરી શકો છો.

સેશન મેનેજર

પહેલાંના બ્રાઉઝિંગ સેશનમાંથી કોઇ વેબસાઇટને શોધવામાં આ એડ-ઓનની મદદ મળી રહે છે. એક રીતે તે બ્રાઉઝિંગની હિસ્ટ્રીને સેશનને અનુરૂપ રાખે છે. તેની મદદથી તમે ક્રમાનુસાર સાઇટ ખોલી શકો છો.

SOURCE FROM : DIVYABHASKAR KNOWLEDGE BHASKAR MY SELF WRITE